એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે એડિલેડમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. તેણે એડિલેડ ટેસ્ટના બીજા દિવસે  આ સિદ્ધિ હાંસલ કરી છે. વોર્નરે 260 બોલમાં  બેવડી સદી ફટકારી છે. આ તેના કરિયરની બીજી બેવડી સદી છે. વોર્નરે 81 ટેસ્ટ મેચમાં  23 સદી ફટકારી ચૂક્યો છે.

વોર્નરે પાકિસ્તાન સામેની વર્તમાન સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી હતી. ત્યારે તેણે 154 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેવિડ વોર્નરનો સર્વોચ્ચ સ્કોર 253 રન છે જે તેણે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વર્ષ 2015માં પર્થમાં  રમાયેલી ટેસ્ટમાં ફટકારી હતી. વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ છેલ્લી પાંચ ઇનિંગમાં ચાર સદી ફટકારી ચૂક્યો છે.