બેનક્રોફ્ટે વોર્નર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બોલ સાથે ચેડાં કરવા ઉશ્કેર્યો હતો’
ગત સપ્તાહે બેનક્રોફ્ટે સ્વીકાર્યું હતું કે, તે આ રમતથી દૂર જતો રહ્યો હતો અને યોગ ટિચર બની ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન કેમરુન બેનક્રોફ્ટની સજા પૂરી થવા આવી છે. આ સ્થિતિમાં તેણે કોઈને અપેક્ષા પણ નહોતો તેવો મોટો ખુલાસો કર્યો છે. બોલ ટેમ્પરિંગમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
બેનક્રોફ્ટે કહ્યું કે, જો હું વોર્નરની સલાહ ન માનત તો તેમને લાગત કે હુ ટીમના હિતના બદલે પોતાના હિતનું વિચારી રહ્યો છું.
બેનક્રોફ્ટે કહ્યું કે, ડેવિડ વોર્નરે કેપટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરવા માટે ઉશ્કેર્યો હતો. હું ટીમમાં મારી ઉપયોગિતા સાબિત કરવા માટે રાજી થઈ ગયો હતો. આ માટે હું પણ જવાબદાર છું કારણકે તે સમયે મને તે જ યોગ્ય લાગ્યું હતું. મારે આ ભૂલની મોટી કિંમત ચુકવવી પડી. મારી પાસે વિકલ્પ હતો અને મેં મોટી ભૂલ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -