નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડે વચ્ચે એશીઝ સીરીઝ ચાલી રહી છે. ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગની સમાપ્તી 3 વિકટ ગુમાવીને 124 રન સાથે કરી હતી. મેચમાં ઇંગ્લેન્ડની પકડ મજબૂત છે. મેચમાં એક ઘટના એવી બની જેને સૌનુ ધ્યાન ખેંચ્યુ હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ફિલ્ડીંગ દરમિયાન દર્શકોને ચીડાવ્યા હતા, આની તસવીરો પણ વાયરલ થઇ છે.

સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરુન બેનક્રૉફ્ટ પ્રતિબંધ બાદ ફરીથી ટેસ્ટ સીરીઝ રમવા મેદાને ઉતર્યા છે. એશીઝ રમવા આવેલા વોર્નરનો ફિલ્ડિંગ દરમિયાન સ્ટેડિયમમાંથી દર્શકોએ હૂરિયો બોલાવ્યો હતો.



એઝબેસ્ટૉનમાં દર્શકોએ હાથમાં બેનર્સ અને સેન્ડ પેપર્સ લઇને ડેવિડ વોર્નરને ચીટર કહ્યો હતો, લોકો સ્લેઝિંગ કરી રહ્યાં હતા. ત્યારે વોર્નરે દર્શકોને ચીડવતા ખીસ્સાનું એક્શન કરી, તેને ખીસ્સુ બાતવીને કહ્યું કે, જોઇ લો આ એકદમ ખાલી છે.