પલોમી એક થીયેટર બહાર બેઠી હતી ત્યારે એક પુરૂષે પાસે આવીને કહ્યું કે, પોતે હીરોઈનની શોધ કરી રહ્યાં છે. તેણે પલોમીના ફોટો માંગ્યા અને પોતાનું મેઈલ આઈડી આપ્યું. પલોમીએપોતાના ફોટો એ એડ્રેસ પર મોકલી આપ્યાં. પલોમી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે.
ત્રણ દિવસ બાદ તેના એજન્ટનો ફોન આવ્યો અને કહ્યું કે, મેડમ તમારૂં સિલેક્શન થઈ ગયું છે. તેણે કહ્યું કે, તમને તો ખબર છે ને કે અહીંયા બધું કઈ રીતે થાય છે. તમારે ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને મળવું પડશે. અહીંયાં બધાંએ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે તો તમારે પણ ક્રોમ્પ્રોમાઈઝ કરવું પડશે.
તેણે કહ્યું કે, તમે સમજો છો ને કઈ રીતે કોમ્પ્રોમાઈઝ કરવાની હું વાત કરૂ છું ? હવે તમને હું કઈ રીતે કહું ? આ વાત સાંભળી પલોમી હસવા લાગી અને કહ્યું કે, ભાઈ તમે રોન્ગ નંબર પર ફોન કર્યો છે, હવે તમે આ નંબર પર ક્યારેય કોલ ન કરતા. તેણે મારી વાત સાંભળીને કહ્યું કે, સોરી સોરી મેડમ, મે તમને ડિસ્ટર્બ કર્યા.