વોર્નરના મેનેજર જેમ્સ અર્સકિને ધ એજને કહ્યુ કે, જો આઇપીએલનું આયોજન થાય છે તો ડેવિડ વોર્નર તેમાં રમવા માંગશે. નોંધનીય છે કે આઇપીએલમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીઓ ભાગ લેવાના હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સમીક્ષા કરી રહ્યું છે કે તેમના ખેલાડીઓને આઇપીએલમાં રમવાની મંજૂરી આપવામાં આવે કે નહીં.
આ ટુનામેન્ટમાં વોર્નર સિવાય સ્ટીમ સ્મિથ, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ પણ રમશે. કોરોના વાયરસના કારણે બીસીસીઆઇએ આઇપીએલ 2020ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. અગાઉ આ ટુનામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ હવે આ ટુનામેન્ટ 15 એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્યમંત્રાલયના આંકડાઓ અનુસાર ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 195 પર પહોંચી ગઇ છે.