સુરતઃ ગુજરાતમાં કોરોવાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે. ગુજરાતમાં એક જ દિવસે સુરત અને રાજકોટમાં એમ બે કેસ નોંધાયા છે. આ પૈકી સુરતની 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.  એક યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની અફવા છેલ્લા બે દિવસથી ચાલતી હતી પણ આ વાતમે સત્તાવાર રીતચે સમર્થન નહોતું અપાતું. ગુરૂવારે સાંજે સરકારે આ વાતને સત્તાવાર રીતે સમર્થન આપ્યું. પહેલા ફેલાઇ ગઇ હતી.

સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતી યુવતી લંડન ગઈ હતી. આ યુવતી 14 માર્ચે લંડનથી સુરત આવી હતી. એ પછી તેને 16 માર્ચે તાવ અને કફ જેની તકલીફ ઉભી થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આ યુવતીના કોરોના વાયરસ ટેસ્ટ માટે સેમ્પલ લઇને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. એ પછી યુવતીની તબિયતમાં સુધારો આવ્યો હતો પણ રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આઈસોલેશનમાં રખાઈ છે.  હાલમાં તેની તબિયત સુધારા પર છે.

સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલાં સુરતમાં એક પોઝીટીવ રિપોર્ટ આવ્યો હોવાની અફવા ફેલાઇ ગઇ હતી. ખોટા મેસેજ વાયરલ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા અને એક પણ પોઝીટીવ કેસ ન હોવાની સ્પષ્ટતા કરી હતી. લંડનથી પરત થયેલી આ યુવતીના રિપોર્ટ આવ્યા નહોતા તેથી સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નહોતી.  આરોગ્ય વિભાગે યુવતીના સેમ્પલ મહારાષ્ટ્રની પૂણેની લેબોરેટરીમાં પણ મોકલાવ્યા હતા અને  ત્યાંથી રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હવે યુવતી સંપૂર્ણ સાજી નહીં થાય ત્યાં સુધી આઇસોલેશન વોર્ડમાં રખાશે. બાદમાં ફરીથી ટેસ્ટ કરાવાશે અને રિપોર્ટ નેગેટીવ આવે તો રજા અપાશે એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.