મોહાલીઃ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા ઓપનર ડેવિડ વોર્નરે આઇપીએલમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે ગઇકાલની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે અણનમ 70 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. આની સાથે જ તેને કોઇ એક ટીમ સામે સૌથી વધુ ફિફ્ટી ફટકારનારો ખેલાડી બની ગયો છે. જોકે, આ મેચમાં હૈદરાબાદની ટીમની હાર થઇ હતી

વોર્નરે આઇપીએલમાં મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં પણ ચોથીવાર ફિફ્ટી ફટકારી - 70* રન, 51 રન, 52 રન, 58 રન. ડેવિડ વોર્નરે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે સૌથી વધુવાર 7 વાર ફિફ્ટી ફટકારી છે.



આઇપીએલમાં કોઇ એક ટીમની વિરુદ્ધ સૌથી વધુવાર અર્ધશતક..
7- ડેવિડ વોર્નર vs રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (2014-16)
7- ડેવિડ વોર્નર vs કિંગ્સ ઇલેવન પંજાબ (2015-19*)
4- ક્રિસ ગેલ vs કિંગ્સ ઇલેવન પંજાબ (2012-13)
4- જોસ બટલર vs કિંગ્સ ઇલેવન પંજાબ (2017-19*)



કિંગ્સ ઇલેવન પંજાબ સામે ડેવિડ વોર્નરના અર્ધશતક...
58 રન (41 બૉલ)
81 રન (52 બૉલ)
59 રન (31 બૉલ)
52 રન (41 બૉલ)
70* રન (54 બૉલ)
51 રન (27 બૉલ)
70* રન (67 બૉલ)