✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'દીપિકા 2006થી મારા દિલમાં વસી ગઈ છે ને જતી જ નથી', ક્યા સ્ટાર ક્રિકેટરે કર્યો આ દાવો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 May 2018 10:06 AM (IST)
1

નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝના ખેલાડી ડ્વેન બ્રાવો જેટલા પોતાના દેશમાં ઓળખાય છે તેટલાં જ ભારતમાં પણ લોકો તેને પસંદ કરે છે. મેદાન પર પોતાની શાનદાર બોલિંગ અને તાબડતોડ બેટિંગની સાથે સાથે બ્રાવો મેદાનની બહાર પોતાના રેપ અને સંગીત માટે પણ જાણીતા છે. હાલમાં બ્રાવો આઈપીઓલની હાલની સીઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહ્યા છે. હાલમાં જ ચેન્નઈ સુપરકિંગ્સના સાથી હરભજન સિંહની સાથે એક શોમાં ડ્વેન બ્રાવોએ સ્વીકાર્યું હતું કે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણાં વર્ષોથી તેના દિલમાં વસી ગઈ છે.

2

હરભજને જ્યારે બ્રાવોને પૂછ્યું કે તેને વેસ્ટઇન્ડીઝમાં કોઈ દિપાક ન મળી તો તેના પર બ્રાવોએ તરત જ જવાબ આપતા કહ્યું કે તમે બીજી દીપિકા ન શોધી શકો, દીપિકા માત્ર એક જ છે.

3

બ્રાવોએ દીપિકાને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને કહ્યું કે તે દીપિકાને ફરી મળવા માગે છે, પરંતુ આ વખતે હું દીપિકાની સાથે વાત પણ કરવા માગું છું અને આ મારે માટે સપનું સાચુ થવા જેવી ઘટના હશે.

4

વેસ્ટઇન્ડીઝના આ સ્ટાર બેટ્સમેને ખુલાસો કરતાં કહ્યું કે, જ્યારે તે વર્ષ 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રથમ વખત ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેણે ટીવી પર સાબુની એક જાહેરાતમાં દીપિકા પાદુકોણને જોઈ હતી ત્યારેથી જ દીપિકા તેના દિલમાં વસી ગઈ છે.

5

એક વેબ શો દરમિયાન હરભજન સિંહ સાથે વાતચીત દરમિયાન બ્રાવોતેને તેની મનપસંદ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું તો બ્રાવોએ તરત જ દીપિકા પાદુકોણનું નામ લીધું. બ્રાવોએ કહ્યું કે, તેના દિમાગમાં માત્ર દીપિકાનું નામ છે.

6

બ્રાવો હાલની આઈપીએલની સીઝનમાં ફોર્મમમાં નથી. જણાવીએ કે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂકી છે અને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાન પર છે. જોકે પોતાના વિતેલા મેચમાં ચેન્નઈની ટીમે દિલ્હીની વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 'દીપિકા 2006થી મારા દિલમાં વસી ગઈ છે ને જતી જ નથી', ક્યા સ્ટાર ક્રિકેટરે કર્યો આ દાવો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.