IPLમાં ધોની નહીં પણ આ ખેલાડી બન્યો ‘બેસ્ટ મેચ ફિનિશર’, જુઓ આંકડા
ધોનીએ આ IPLમાં ઘણી સારી ઈનિંગ રમી ટીમને જીતાડી છે, છતા તે દિનેશ કાર્તિક કરતા પાછળ રહ્યો છે. તેણે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ અણનમ 70 રનની જબરદસ્ત ઈનિંગ રમી હતી. બાદમાં બેંગ્લોર વિરુદ્ધ જ 31 રનની નાની પણ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ તેને માત્ર 20 રની ખૂબ જ ઉપયોગી ઈનિંગ રમી હતી. જોકે, કાર્તિકે પ્રમાણમાં ધોની કરતા વધુ મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે અને વધારે મેચોમાં ફિનિશરની ભૂમિકા ભજવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સીઝનમાં જ KKRનો કેપ્ટન બનેલો કાર્તિક શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. IPLની ત્રીજી મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ નિર્ણાયક 35 રન, 15મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અણનમ 42 ત્યારબાદ ચેન્નઈ વિરુદ્ધ અણનમ 45 અને ગત મેચમાં રાજસ્થાન વિરુદ્ધ અણનમ 41 રનની ઈનિગ રમી હતી. આ તમામ મેચો એવી રહી જેમાં દિનેશ કાર્તિકની ઈનિંગથી રિઝલ્ટ KKRના પક્ષમાં આવ્યા.
આંકડા પર નજર કરીએ તો, મંગળવારે પણ કાર્તિકે રાજસ્થાન રૉયલ્સ સામે 31 બોલમાં 41 રનની નોટઆઉટ ઈનિંગ રમી KKRને જીત અપાવવાની સાથે પ્લેઑફમાં પહોંચાડી. આ સાથે તે સીઝનમાં ચોથી વખત ટીમને જીતાડીને મેદાન પરથી પરત ફર્યો.
ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ટીમને બહાર કાઢવા અને ડેથ ઓવર્સમાં લાંબી સિક્સર્સ ફટકારવા માટે જાણીતો છે. બીજી તરફ KKRના કેપ્ટન કાર્તિકે પણ આ સીઝનમાં ઘણીવાર શાનદાર બેટિંગ કરતા ટીમને જીત સુધી પહોંચાડી ફિનિશરની ભૂમિકાને બખૂબી નિભાવી છે.
નવી દિલ્હીઃ આખરે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ટોપ પોઝીશન પર બેઠેલ સનરાઈઝર્સ હૈદ્રાબાદને હરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સે શાનથી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. કોલકાતાના પ્લેઓફમાં પહોંચવા માટે કેપ્ટન દિનેશ કાર્તિકની મહત્ત્વની ભૂમિકા રહી છે. માર્ચમાં રમાયેલ નિદહાસ ટ્રોફીના ફાઈનલમાં ભારતને શાનદાર જીત અપાનવાર દિનેશ કાર્તિકે આઈપીએલમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. કાર્તિકે ત્યારે શાનદાર ઈનિંગ રમી છથે જ્યારે તેને ટીમની જરૂરત હતી. એવામાં હવે તો તે ધોનીને પછાડીને બેસ્ટ મેચ ફિનિશર બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -