ચહલની મંગેતરે શેર કરી એબી ડી વિલિયર્સ સાથે તસ્વીર, કહ્યું- હંમેશા આ મોમેન્ટને યાદ રાખીશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2020 10:50 PM (IST)
ધનશ્રીએ એબી ડી વિલિયર્સ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, ‘આ ફોટોને ફ્રેમ કરાવાની છું અને હંમેશા માટે આ પળને યાદ રાખીશ.
નવી દિલ્હી: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ડાન્સના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ધનુશ્રી આઈપીએલ લીગ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સપોર્ટ કરવા દુબઈ ગઈ હતી. જ્યાં આરસીબીની દરેક મેચમાં જોવા મળી હતી. હવે ધનશ્રીએ આરસીબી ટીમ, યુઝવેન્દ્ર ચહલ અને એબી ડી વિલિયર્સને લઈને એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે ત્રણેયની પ્રશંસા કરી છે. ધનશ્રીએ એબી ડી વિલિયર્સ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, ‘આ ફોટોને ફ્રેમ કરાવાની છું અને હંમેશા માટે આ પળને યાદ રાખીશ. હું ધન્ય છું કે એબી ડી વિલિયર્સ જેવા લીજેન્ડ સાથે મને સમય વિતાવવા મળ્યો. મને હજું પણ યાદ છે કે, જ્યારે હું પહેલીવાર આપને મળી હતી. તે સમયે મારા પગ ધૂર્જી રહ્યાં હતા. તમારી પાસેથી ઘણું શીખી.’ યુઝવેન્દ્રની તસવીર શેર કરતા લખ્યું કે, યુઝવેન્દ્ર તમે જે કરો છો તેના પર મને ગર્વ છે અને જે રિસ્પેક્ટ તમે કમાવી છે. મારી પાસે શબ્દ નથી આરસીબી સાથે પોતાની જર્સી વિશે કહેવા માટે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. હું હંમેશા તેના માટે આભારી રહીશ.