વન ડેમાં રન મામલે ધોનીએ બ્રાયન લારાને છોડ્યો પાછળ, જાણો વિગત
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચની સીરીઝની બીજી વનડે આજે રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 4 વિકેટના નુકસાન પર 324 રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝિલેન્ડને જીત માટે 325 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડ આ ટાર્ગેટ સુધી પહોંચી ન સકતા માત્ર 234 પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરે 18,426 રન બનાવ્યા છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ત્યાર બાદ કુમાર સંગાકારાએ 14,234 રન , રિકી પોંટિંગે 13,704 રન, સનત જયસૂર્યાએ 13,430 રન , મહેલા જયવર્ધનેએ 12,650 રન , ઈન્ઝમમ-ઉલ-હકે 11,739 રન જેક કેલિસે 11,579 રન , સૌરવ ગાંગુલીએ 11,363 રન અને રાહુલ દ્રવિડે 10,889 રન બનાવ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ 48 રનની નોટઆઉટ ઇનિંગ રમી વનડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે બ્રાયન લારાને પાછળ છોડી દિધો છે. હાલ ધોનીના નામે 337 મેચોમાં 10,414 રન છે અને આ સાથે તેણે બ્રાયન લારાને 10,405 પાછળ રાખી દિધો છે. હવે ધોની અને વિરાટ કોહલી 10,473 વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
ભારત તરફથી રોહિત શર્માએ 87, શિખર ધવને 66, વિરાટ કોહલી 43, અંબાતી રાયડૂએ 43 અને ધોનીએ નોટઆઉટ 48 રન બનાવ્યા હતા. ધોનીએ સતત ચોથી અડધી સદી પૂરી ન કરી શક્યો પરંતુ તેને એક અલગ રેકોર્ડ બનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -