બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ બુધવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, 'ભારતીય ટીમ વર્લ્ડ ટી-20 પહેલા 22 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. સિલેક્ટર્સનો દૃષ્ટિકોણ હવે સ્પષ્ટ થઈ ગયો છે કે હવે સમય આગળ વધવાનો છે. તેઓ મર્યાદિત ઓવર માટે, ખાસ કરીને ટી 20 માટે ત્રણ વિકેટકીપરનો પૂલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકા સામેનીસીરિઝની પહેલી મેચ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાલામાં, બીજી મેચ 18 સપ્ટેમ્બરે મોહાલીમાં અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. સીરિઝ માટે ટીમની પસંદગી 4 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. માનવામાં આવે છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી -20 સીરિઝમાં રમનારા ખેલાડીઓ જ જાળવી રાખવામાં આવશે. પસંદગીકારો 2020માં યોજાનારા ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને સતત તક આપવા માગે છે.
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે