નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વન ડે વર્લ્ડકપ જીતાડનારા 39 વર્ષીય પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન  મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ધોનીએ તેની પોસ્ટમાં લખ્યું કે, "આભાર. આભાર તમારા પ્રેમ અને સપોર્ટ માટે.

ધોનીની નિવૃત્તિની  જાહેરાત બાદ વર્તમાન-પૂર્વ ક્રિકેટરો, રાજકારણીઓએ શુભેચ્છા પાઠવી હતી.  પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યુ, તેના વગર ક્રિકેટની કહાની ક્યારેય પૂરી નહીં થાય.

શોએબ ક્યારેય ધોની પ્રત્યે આદર ભાવ દર્શાવવાની તક છોડતો નથી. બંને જ્યારે સામ સામે ટકરાતા ત્યારે એક અલગ જ ચેલેન્જિંગ મુકાબલો જોવા મળતો હતો.



ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.