અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં કોવિડ પોઝિટિવ યુવક સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે બોડકદેવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોવિડ કેર સેન્ટર હોટલ જિંજરમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દીના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતાં તેની સામે ગુનો નોંધાયો છે.
કોરોના પોઝિટિવ યુવક સાથે તેનો મિત્ર આકાશ પટેલ દારૂની પાર્ટી કરતો હતો. આકાશ પટેલનો કોરોના નેગેટિવ છે. વસ્ત્રાપુર પોલીસે બંને યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 148 કોરોના કેસ નોંધાયા હતા અને 168 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં આજે કોરોનાના 1094 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 19 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2767 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,359 એક્ટિવ કેસ છે, જ્યારે 60,537 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,283 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 77,663 પર પહોંચી છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,01,746 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,00,875 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 921 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજે 1094 કેસ નોંધાયા, 19 લોકોનાં મોત, સંક્રમિતોની સંખ્યા 77,663 પર પહોંચી
Corona Vaccine: રશિયાએ તૈયાર કરી લીધી કોરોના રસી ‘Sputnik V’ની પ્રથમ બેચ, જાણો વિગત
અમદાવાદઃ કોવિડ કેર સેન્ટર હોટલ જીંજરમાં દર્દીના રૂમમાંથી મળી દારૂની બોટલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2020 07:42 PM (IST)
અમદાવાદ કોર્પોરેશનમાં આજે 148 કોરોના કેસ નોંધાયા હતા અને 168 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
(કોરોના પોઝિટિવ દર્દીનો મિત્ર આકાશ પટેલ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -