ધોનીએ નોંધાવ્યો વધુ એક રેકોર્ડ, વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો
ટી20 ઈન્ટરનેશનલમાં સ્ટમ્પ પાછળ સૌથી વધુ શિકારની વાત કરીએ તો ધોની આ લિસ્ટમાં પણ ટોચના ક્રમે છે. તેણે કુલ 85 શિકાર કર્યા છે. જેમાં 33 સ્ટમ્પિંગ છે. આ પછીના ક્રમે પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ 60 (28 કેચ અને 32 સ્ટમ્પિંગ) શિકાર સાથે બીજા ક્રમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીએ આ બાદ ઈયાન મોર્ગનનો કેચ કરીને કેચોની સંખ્યાને 51 સુધી પહોંચાડી દીધી. ધોની આટલેથી ન અટક્યો, તેણે આ મેચમાં કુલ પાંચ કેચ કર્યા અને પોતાના કુલ કેચોની સંખ્યા 54 સુધી પહોંચાડી. આ સાથે જ ધોની ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પાંચ કેચ કરનારો પહેલો વિકેટકીપર બની ગયો છે.
રવિવારે તેણે દીપર ચહરની બોલિંગ પર જેસન રોયનો કેચ કરીને કેચની ‘હાફ સેન્ચુરી’ પુરી કરી. તેના બાદ બીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝના દિનેશ રામદીન છે જેણે 34 કેચ પકડ્યા છે. તો સાઉથ આફ્રિકાના ક્વિંટન ડિ કોકએ 30 કેચ પકડ્યા છે. રોયે આ મેચમાં 31 બોલમાં 67 રનની ઈનિંગ રમી.
નવી દિલ્હીઃ રેકોર્ડ પર રેકોર્ડ બનાવતા જઈ રહેલ મહેન્દ્ર સિંહ ધોનીના નામે રવિવારે વધુ એક રેકોર્ડ નોંધાઈ ગયો. બ્રિસ્ટલમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધની ત્રણ ટી20 મેચોની સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં તેણે આ રેકોર્ડ બનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -