Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગાવસકરે ધોનીની બેટિંગને પોતાની 60 ઓવરમાં અણનમ 36 રનની ઈનિંગ્સ સાથે સરખાવી, જાણો ગાવસરની સાવ ધીમી બેટિંગની વિગત
વાત 1975 વર્લ્ડ કપની છે. 7 જૂનના રોજ ભારત અને ઇંગ્લેન્ડને મોચ હતો, જેમાં સુનીલ ગાવસકરે 174 બોલમાં માત્ર 36 રન બનાવ્યા હતા. તે ઓપનિંગ કરવા આવ્યા અને 20.68ની સરેરાશથી બેટિંગ કરતા નોટ આઉટ રહ્યા હતા. તે મેચમાં ભારતની 202 રનથી હાર થઈ હતી. 1984-85 સુધી આ વનડેની સૌથી મોટી હાર રહી હતી. એ મેચમાં ઇંગ્લેન્ડના ડેનિસ એમિસે 147 બોલમાં 137 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનીલ ગાવસકરે ધોનીનો બચાવ કરતાં કહ્યું કે, પ્રેશરમાં હંમેશા આવું થતું હોય છે અને બેટ્સમેન ઇચ્છા હોવા છતાં રન નથી બનાવી શકતો. ગાવસકરે ધોનીનો ઉલ્લેખ રતાં કહ્યું કે, આ સ્થિતિમાં તેનું સંઘર્ષ કરવું સમજી શકાય એવું છે. જ્યારે તમે અશક્ય સ્થિતિમાં ફસાઈ જાવ છો ત્યારે તમારી પાસે વિકલ્પ મર્યાદિત હોય છે એવામાં દિમાગ નકારાત્મક થઈ જાય છે. એવી સ્થિતિમાં દરેક સારો શોટ પણ ફીલ્ડરના હાથમાં જાય છે અને તે પ્રેશરને વધારી દે છે. ધોનીના સંઘર્ષે મને મારી બદમાન ઇનિંગની યાદ અપાવી દીધી જે મેં પણ ત્યાં જ રમી હતી.
કેપ્ટન કોહલી બાદ ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે પણ તેનો બચાવ કર્યો છે. ધોનીએ લોર્ડ્સમાં 59 બોલમાં 37 રન બનાવ્યા બાદ તેની ખૂબ ટીકા થઈ રહી છે. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે કહ્યું કે, ધોનીએ મને 1975ના વર્લ્ડ કપમાં 36 રનની ધીમી ઇનિંગની યાદ અપાવી દીધી.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ત્રીજો વનડે રમાશે જેની સાથે જ સિરીનો નિર્ણય થઈ જશે પરંતુ આ મેચ કરતાં પણ વધારે ચર્ચા પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની ધીમી બેટિંગની છે. બીજી વનડેમાં તેની ધીમી બેટિંગ પર દર્શકોની બુટિંગ અને એક્સર્ટ્સ દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોની વચ્ચે ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ તેના બચાવમાં ઉતર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -