સાહાના બદલે આ ખેલાડીને મળ્યો ટીમ ઈન્ડિયામાં મોકો, 8 વર્ષ પહેલા રમ્યો હતો અંતિમ ટેસ્ટ
દિનેશ કાર્તિક વર્તમાન સમયમાં જોરદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ કાર્તિકની કોશિશ અફઘાનિસ્તાન સામે પણ ફોર્મને જાળવી રાખવાની હશે. નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે અંતિમ બોલ પર સિક્સ મારીને ભારતને જીતાડ્યા બાદ કાર્તિકનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારો દિનેશ કાર્તિક અત્યાર સુધીમાં 23 ટેસ્ટમાં 1 સદી અને 7 અડધી સદીની મદદથી 1000 રન નોંધાવી ચૂક્યો છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ સાહા એક મેચ રમીને ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. જે બાદ ટીમમાં તેના સ્થાને પાર્થિવ પટેલનો સમાવેશ કરાયો હતો.
સાહાના સ્થાને દિનેશ કાર્તિકની આ ટેસ્ટ મેચમાં વિકેટકિપર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ટેસ્ટ મેચ અફઘાનિસ્તાનની ડેબ્યૂ મેચ હશે. સાહાને 25 મેના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમતાં હાથમાં ઈજા થઈ હતી.
ભારતીય ટીમની મેડિકલ ટીમ સાહાની ઈજા પર સતત નજર રાખતી હતી અને શનિવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી મહત્વની ટેસ્ટ સીરિઝ પહેલા સાહા પૂરી રીતે સ્વસ્થ થઈ જાય તે માટે આરામ આપવાનું જણાવ્યું હતું. મેડિકલ ટીમના કહેવા મુજબ સાહાને ઇજામુક્ત થવામાં 5 થી 6 સપ્તાહ લાગશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ મેચના વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને હાથના અંગૂઠામાં થયેલી ઈજાને કારણે 14 જૂનથી બેંગલુરુમાં રમાનારી અફઘાનિસ્તાન સામેને એકમાત્ર ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરી દ્વારા શનિવારે એક નિવેદન જાહેર કરીને આ અંગેની પુષ્ટિ કરવામાં આવી હતી.
કાર્તિક જાન્યુઆરી 2010માં બાંગ્લાદેશ સામે છેલ્લી વખત ટેસ્ટ મેચમાં રમ્યો હતો. આમ આઠ વર્ષ બાદ ફરી એક વખત તેને ભારત વતી ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -