ધોનીને કારણે મારી જગ્યા ગઈ! જાણો ક્યા ભારતીય ક્રિકેટરે કર્યો આ ખુલાસો
કાર્તિક ધોનીને કારણે 2014 સુધી ટેસ્ટ ટીમમાંથી બહાર રહ્યો હતો અને ત્યાર બાદ રિદ્ધિમાન સાહાને ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે હવે સાહા ઇજાગ્રસ્ત થવાને કારણે કાર્તિકને ફરી એક વાર તક મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિકે કહે છે કે, ‘મેં મારું સ્થાન કોઈ સામાન્ય ક્રિકેટર માટે ગુમાવ્યું નથી. ધોની ખાસ હતા અને હું તેમનું ઘણું સન્માન કરું છું. એ સમયે હું સતત સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે મને વધુ એક તક મળી છે અને હું મારી રીતે પૂરેપૂરો પ્રયાસ કરીશ.’
ઇજાગ્રસ્ત રિદ્ધિમાન સાહાના વિકલ્પ તરીકે આવેલો કાર્તિક બાંગ્લાદેશ સામે 2010માં પોતાની કરિયરની 23મી ટેસ્ટ રમ્યો હતો. ત્યાર બાદથી ભારતીય ટીમ 87 ટેસ્ટ મેચ રમી છે, જેમાં કાર્તિક નહોતો.
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ પહેલા દિનેશ કાર્તિકે કહ્યું કે, ‘હું સતત સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. મારી એમ. એસ. ધોની જેવા ખેલાડી સાથે હરીફાઈ હતી. તે ભારતના સર્વશ્રેષ્ઠ કપ્તાનોમાંથી એક બન્યા અને વર્લ્ડ ક્રિકેટ પર પોતાના પ્રદર્શનની છાપ છોડી.’
બેંગલુરુઃ મહેન્દ્ર સિંહ ધોની જે સમયે વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકાની જે નવી વ્યાખ્યા રચી રહ્યા હતા ત્યારે એવા સમયે દિનેશ કાર્તિક જેવા ખેલાડીનું ટીમમાં સામેલ થવું એટલું સરળ ન હતું. છેલ્લે 2010માં ટેસ્ટ રમનાર કાર્તિક આત્મમંથન કર્યા બાદ આકલન કરતાં કહે છે કે ધોની જેવા શાનદાર ખેલાડીને કારણે તેના માટે ટીમમાં સ્થાન બનાવવું એટલું સરળ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -