દિનેશ કાર્તિકે T20માં તોડ્યો સાંગાકારાનો રેકોર્ડ, હવે નજર ધોનીના આ રેકોર્ડ પર
નવી દિલ્હીઃ આજે ભારત વેસ્ટ ઇન્ડિઝની બીજી ટી20 લખનઉમાં રમાવવાની છે. પહેલી ટી20 મેચમાં વિકેટ કીપર દિનેશ કાર્તિકે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો, તેને શ્રીલંકન વિકેટકપર કુમાર સાંગાકારાનો સ્ટમ્પ પાછળ કેચ ઝડપવાના રેકોર્ડને તોડી નાંખ્યો છે, હવે તેનાથી આગળ ફક્ત મહેન્દ્ર સિંહ ધોની જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિકે જેવી બુમરાહના બૉલ પર કેચ પકડ્યો, તે મહાન શ્રીલંકન વિકેટકીપર કુમાર સાંગાકારાની બરાબરી પર પહોંચી ગયો, આ ટી20 ક્રિકેટમાં કાર્તિકનો 142મો કેચ હતો.
કાર્તિકે ટી20માં સૌથી વધુ કેચ પકડવાના મામલે કુમાર સાંગાકારાને પાછળ પાડીને બીજા નંબરનું સ્થાન હાંસલ કરી લીધુ છે. કાર્તિકે શાનદાર પ્રદર્શન કરતાં પહેલી ટી20માં ત્રણ કેચ પકડ્યા, દિનેશ રામદીન, શિમરોન હેટમેયર અને રોવમેન પોવેલનો કેપ પકડ્યો હતો.
ત્યારબાદ કાર્તિકે કુલદીપ યાદવના બૉલ પર રોવમેન પોવેલ (4)નો કેચ પકડ્યો, આ તેનો 143મો કેચ હતો અને સંગાકારાને પાછળ પાડી દીધો હતો. કાર્તિકે 252 મેચોમાં 219 ઇનિંગોમાં કુલ 198 શિકાર કર્યો, આમાં 143 કેચ અને 55 સ્ટમ્પિંગ સામેલ છે. હવે તેનાથી આગળ માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ છે, ધોનીએ 297 મેચોમાં 151 કેચ પકડ્યા છે, તે કુલ 228 શિકાર (77 સ્ટમ્પિંગ પણ) કરી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -