PAKvsBAN: આજની મેચમાં આ બે સ્થિતિ બની તો એકપણ બૉલ રમ્યા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે પાકિસ્તાન, જાણો ગણિત
abpasmita.in | 05 Jul 2019 09:52 AM (IST)
વર્લ્ડકપનું ગણિત પાકિસ્તાન માટે ખરાબ છે, એક ગણિત પ્રમાણે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે એકપણ બૉલ રમ્યા વિના જ વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે
નવી દિલ્હીઃ ગઇકાલે ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ સામે 119 રને હરી ગઇ આ સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઇનલ રમવાની આશા પર પણ પાણી ફરી વળ્યુ. જો હવે પાકિસ્તાનને સેમિ ફાઇનલ રમવી હોય તો મોટા માર્જિન સાથે જીત મેળવવી પડશે. નહીં તો બહાર ફેંકાઇ જવાના ચાન્સીસ સૌથી વધુ છે. વર્લ્ડકપનું ગણિત પાકિસ્તાન માટે ખરાબ છે, એક ગણિત પ્રમાણે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે એકપણ બૉલ રમ્યા વિના જ વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે. અહીં બે ગણિત બતાવવામાં આવ્યા છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ બધો મદાર ટૉસ પર છે. જો બાંગ્લાદેશ ટૉસ જીતી જાય અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરે છે, તો પાકિસ્તાન એકપણ બૉલ રમ્યા વિના જ સેમિ ફાઇનલની રેસની સાથે સાથે વર્લ્ડકપમાંથી પણ ફેંકાઇ જશે. બીજુ ગણિત એવું છે જો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન આવે છે, અને મેચ રદ્દ થાય છે તો પણ પાકિસ્તાન એકપણ બૉલ રમ્યા વિના વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે. હાલમાં પાકિસ્તાન 8 મેચોમાં 4 જીત સાથે 9 પૉઇન્ટ મેળવીને સેમિ ફાઇનલની રેસમાં છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 9 મેચમાં પણ 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે. હવે ન્યૂઝીલેન્ડને બહાર કરીને પાકિસ્તાનને સેમિ ફાઇનલની ટિકીટ મેળવવી હોય તો બાંગ્લાદેશ સામે જીતને 11 પૉઇન્ટ કર્યા બાદ રનરેટ પણ વધારવી પડશે. એટલે કે બાંગ્લાદેશને 300 રનથી હરાવવું પડશે. જે પાકિસ્તાન માટે મુશ્કેલ કામ છે.