બાંગ્લાદેશ સામે બુમરાહે શાનદાર કટર્સ અને યૉર્કરનો ઉપયોગ કર્યો હતો. બુમરાહે ત્યારબાદ માન્યું કે તેણે મુસ્તફિઝુર રહમાનથી ઘણું બધું શીખ્યું છે, જેણે આ મેચમાં 5 વિકેટ લીધી હતી.
બુમરાહે કહ્યું કે, “તમે જોયું હશે કે તેમણે ઘણા કટર્સનો ઉપયોગ કર્યો હતો. અમે તેમનાથી ઘણું બધું શીખ્યું છે અને અમે જાણતા હતા કે જેવો બૉલ જુનો થશે મદદ મળશે. મને લાગે છે કે આ વિકેટનો સ્વભાવ છે અને આ આગળ પણ થઇ શકે છે. ગરમીઓ આવી રહી છે, આ કારણે વિકેટ સુકાયેલી છે. આ માટે અમારા માટે સારી પ્રેક્ટિસ રહી.” તો સ્ટાર્ક પણ બીજા બૉલરોથી શીખે છે. તેણે કહ્યું કે, “મને લાગે છે કે જ્યારે આપણે બીજી ઇનિંગમાં બૉલિંગ કરીએ ત્યારે આપણે વિરોધી ટીમનાં બૉલરોથી સતત શીખવું જોઇએ.”