મણિપુરની મીરાબાઈ ઓલિમ્પિક્સમાં ત્રણ પ્રયત્નમાં વજન નહોતી ઉઠાવી શકી ને હવે જીતી ગોલ્ડ, જાણો વિગત
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઉપરાંત મીરાબાઈ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે. વેટલિફ્ટિંગ ઉપરાંત મીરાને ડાન્સનો પણ શોખ છે. એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, હું ક્યારેક ક્યારેક ટ્રેનિંગ બાદ રૂમ બંધ કરીને ડાન્સ કરું છું. મને સલમાન ખાન પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલંપિક જેવા મુકાબલામાં જો તમે પ્રતિસ્પર્ધી સામે હારી જાવ તો અલગ વાત છે પરંતુ જો તમે રમત પૂરી ન કરી શકો તો કોઈપણ ખેલાડીનું મનોબળ તૂટી જતું હોય છે. 2016માં ભારતની વેટલિફ્ટર મીરાબાઈ સાથે આવું જ થયું. જે ભાર મીરા રોજની પ્રેક્ટિસમાં સરળતાથી ઉઠાવી લેતી હતી તે દિવસે જાણે તેના હાથ થીજી ગયા હોય તેમ ત્રણ પ્રયત્ન કરવા છતાં ઉઠાવી શકી નહોતી. જેના કારણે ઓલંપિકમાં લખવામાં આવ્યું હતું કે, ડિડ નોટ ફિનિશ. આ ઘટના બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને દર અઠવાડિયે મનોવૈજ્ઞાનિક સેશન લેવા પડતાં હતા. તે સમયે મીરાએ રમતને અલવિદા કહી દેવાનું મન પણ બનાવી લીધું હતું.
11 વર્ષે જ મીરાબાઈ અંડર-15 ચેમ્બિયન બની ગઈ હતી અને 17 વર્ષે જૂનિયર ચેમ્પિયન બની હતી. જે કુંજુરાનીને જોઈ ચાનૂએ વેટલિફ્ટર બનવાનું નક્કી કર્યું હતું તેનો જ 12 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ ચાનૂએ 2016માં તોડ્યો હતો.
2007માં જ્યારે તેણે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પૂરતા સાધનો ન હોવાના કારણે વાંસથી પ્રેક્ટિસ કરતી હતી. મીરાબાઈ ચાનૂએ જ્યારે વેટલિફ્ટિંગની ટ્રેનિંગ શરૂ કરી ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ કારણે તે ડાઇટ ચાર્ટ ફોલો કરી શકતી નથી. તેને જે ડાઇટ ચાર્ટ આપવામાં આવ્યો હતો તેમાં રોજ ચિકન અને દૂધ લેવું જરૂરી હતી, પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે તે ફોલો નહોતી કરી શકતી. તેથી ઘણા લાંબા સમય સુધી તેણે અપૂરતા પોષણ સાથે વેટલિફ્ટિંગ કરવું પડ્યું, જેની ખરાબ અસર તેની રમત પર પણ પડી હતી.
8 ઓગસ્ટ, 1994ના રોજ મણિપુરના એક નાના ગામમાં જન્મેલી અને ત્યાં જ ઉછરેલી ચાનૂ બાળપણથી હોશિંયાર હતી. તેનુ ગામ ઇમ્ફાલથી 200 કિમી દૂર હતું. તે સમયે મણિપુરની મહિલા વેટલિફ્ટર કુંજુરાની દેવી સ્ટાર હતી અને એથેન્સ ઓલંપિકમાં ભાગ લેવા ગઈ હતી. આ દ્રશ્ય નાની મીરાના નજરમાં વસી ગયું અને છ ભાઈ-બહેનોમાં સૌથી નાની મીરાબાઇએ વેટલિફ્ટર બનવાનું નક્કી કરી લીધું. ગામમાં ટ્રેનિંગ સેન્ટર ન હોવાના કારણે રોજ તે 50-60 કિમી દૂર પ્રેક્ટિસ માટે જતી હતી.
સિડનીઃ ભારતની મહિલા ખેલાડી સાઈખોમ મીરાબાઈ ચાનૂએ 21મા કોમનવેલ્થમાં ગુરુવારે ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ચાનૂએ સ્નેચમાં 86નો સ્કોર કર્યો અને કલીન એન્ડ જર્કમાં 110 સ્કોર કરીને કુલ 196ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં ચાનૂનું આ વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં ચાનૂએ તેનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે.
4 ફૂટ 11 ઇંચની હાઇટ ધરાવતી મીરાભાઇએ ગત વર્ષે વર્લ્ડ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લા 22 વર્ષમાં આવું કારનામું કરનારી તે પ્રથમ ભારતીય મહિલા વેટલિફ્ટર બની ગઇ હતી. આ ચેમ્પિયનશીપની તૈયારી માટે ચાનૂ તેની સગી બહેનના લગ્નમાં પણ નહોતી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -