નવ વર્ષ બાદ ભારત-પાક ફાઈનલમાં ટકરાશે, કોહલીએ કહ્યું- પાકિસ્તાન સામે ફાઈનલ સામાન્ય મેચ
કોહલી આ મેચમાં 96 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની બેટિંગ વિશે વાત કરતાં જણાવ્યું કે’હું શરૂઆતમાં થોડું સંભાળીને બેટિંગ કરી રહ્યો હતો. પાછલી મેચમાં અમે એક વિકેટ ગુમાવી દીધી હતી જેના કારણે આ મેચમાં હું થોડી કાળજી રાખવા ઇચ્છતો હતો. જો કે મને દબાણમાં પરફોર્મ કરવું પસંદ છે. જ્યારે તમે શોર્ટપિચ બૉલ પર સારા સ્ટ્રોક્સ લગાવો છો ત્યારે તમને ખબર પડી જાય છે કે તમે સારું રમી રહ્યાં છો.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈને હજુ પણ હાઈપ બનેલી છે પણ કોહલીએ સાફ કર્યું કે ટીમ કોઈ દબાણમાં નથી. ભારતીય કેપ્ટને મેચ પછી કહ્યું, “અમે આ મેચને કોઈ અન્ય સામાન્ય મેચની જેમ જ લઈ રહ્યા છીએ. હું જાણું છું કે તેને નીરસ નિવેદન માનવામાં આવશે પણ આમારી સાચી વિચારસરણી છે.”
બર્મિંઘમઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમશે. વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં આ બે કટ્ટર હરીફ વચ્ચે 2007ની 14મી જૂને બાંગ્લાદેશમાં રમાયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝમાં બન્ને વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં પાકિસ્તાનનો 25રનથી વિજય થયો હતો.
સેમીફાઈલનમાં બાંગ્લાદેશ સામેની જીતને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ જીતને સંપૂર્ણ જીત ગણાવી. હવે ભારતની ફાઈનલમાં પાકિસ્તાન સામે ટક્કર થશે. કોહલીએ કહ્યું એ 18 જૂને થનારી ફાઈનલ મેચને સામાન્ય મેચની જેમ જ લઈ રહ્યા છીએ.
ભારતે બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશના 256 રનના લક્ષ્યનો પીછો કરીને આસાન જીત મેળવી લીધી જેમાં રોહિત શર્મા અને કોહલીએ શાનદાર બેટિંગ કરીને દસ ઓવર બાકી હતી અને એક વિકેટ ગુમાવીને જ ભારતને જીત અપાવી દીધી. ફાઈનલમાં પાકિસ્તાન સામે મેચ થવાની છે, જેને લીગ મેચમાં 124થી હરાવ્યું હતું.
કેદારની બૉલિંગની પ્રશંસા કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘મને જાધવની સ્કિલ્સ પર વિશ્વાસ હતો જ. જેથી તેને સરપ્રાઇઝ પેકેજ ન કહી શકાય. એ એક સ્માર્ટ ક્રિકેટર છે. એ જાણે છે કે તેણે બૉલ ક્યાં નાખવી અને પીચથી બૉલર્સને કેટલી મદદ મળી રહી છે?’
બાંગ્લાદેશ સામે વિજય બાદ કોહલી કોન્ફિડન્ટ લાગતો હતો. તેણે કહ્યું કે ‘આ એક સંપૂર્ણ વિજયનો શાનદાર ઉદાહરણ છે. જો કે ઑનેસ્ટલી અમને પણ આશા નહોતી કે અમે 9 વિકેટથી જીતશું. પણ આ વિજય બાદ પ્રતિદ્વંદી ટીમોને ભારતના ટૉપ ઑર્ડરની તાકાતનો અંદાજ આવી ગયો હશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -