કપિલ દેવ સાથે હાર્દિક પંડ્યાની સરખામણી કરતાં ભડક્યો આ દિગ્ગજ ક્રિકેટર, જાણો શું કહ્યું...
ભારતમાં પાંચ મેચોની સીરીઝમાં 0-1થી પાછળ છે અને ગાવસ્કરે કહ્યું કે, પાછળ હોવાના કારણે ભારતે લોર્ડસમાં વધારે બેટ્સમેન સાથે ઉતરવું જોઈએ. તેમણે કહ્યું કે, હું (ચેતેશ્વર) પૂજારાના રૂપમાં લોર્ડસમાં વધુ એક બેટ્સમેનને તક આપીશ. તેની પાસે ટેસ્ટ મેચ માટે જરૂરી ટેકનિક અને ધૈર્ય છે.
ગાવસ્કર ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના વલણથી પણ ખુશ નથી. દિલ્હીના આ ખેલાડીએ બર્મિંગહામમાં પહેલી ટેસ્ટમાં 26 અને 13 રન બનાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું કે, શિખર પોતાની રમતમાં જરા પણ ફેરફાર નથી કરવા ઈચ્છતો.
નારાજ દેખાતા ગાવસ્કરે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, ‘કપિલ દેવ સાથે કોઈની સરખામણી ન થવી જોઈએ. તે એક પેઢીમાં વારંવાર જન્મતા ખેલાડી નથી, પરંતુ સો વર્ષમાં એક વખત જન્મ લેતા ક્રિકેટર છે, જેમ કે સર ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકર. આપણે કોઈની સાથે તેમની સરખામણી ન કરવી જોઈએ.’
નવી દિલ્હીઃ ઘણાં લાંબા સમયથી ટીમ ઇન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની તુલના મહાન ખેલાડી કપિલ દેવ સાથે કરવામાં આવી રહી હતી. તેના પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસકરે મૌન તોડ્યું છે. લિટલ માસ્ટર બન્નેની તુલનાથી ભડકી ઉઠ્યા છે, તેમણે આ તુલનાને બકવાસ ગણાવી હતી. ગાવસકરે કહ્યું કે, કપિલ સો વર્ષમાં એક વખત જન્મનાર ક્રિકેટર છે અને તેની તુલના કોઈ સાથે ન થઈ શકે.