પ્રાઈમરી સ્કૂલનું પુસ્તક જોઈ સેહવાગ બગડ્યો, શિક્ષણ વિભાગનો લઈ લીધો ઉધડો, જાણો વિગત
સહેવાગે પોતાના ટ્વિટ પર પ્રાઇમરી શાળાની અંગ્રેજીની પુસ્તકમાં મોટા પરિવારો પર લખવામાં આવેલ વાતો પર આપત્તિ વ્યક્ત કરી છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને એવું ભણાવવામાં આવી રહ્યું છે કે, મોટો પરિવાર ક્યારેય સુખી જીવન જીવતો નથી. આ પુસ્તકમાં મોટા પરિવાર પર બે વાક્ય છે. પુસ્તક અનુસાર, મોટા પરિવારની ભાષા છે- ‘મોટા પરિવારમાં માતા-પિતા સિવાય દાદા-દાદી સિવાય ઘણા બાળકો હોય છે. એક મોટો પરિવાર ક્યારેય સુખી જીવન જીવતો નથી.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ તેના ટ્વિટ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે પ્રાઈમરી શાળાના બાળકોના પુસ્તકને લઈ ટ્વિટ કર્યું છે. સેહવાગે ઈંગ્લિશ મીડિયમની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલા કન્ટેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે.
ટ્વિટમાં સહેવાગે આ વાતને હાઇલાઇટ કરતા તેના પર આપત્તિ વ્યક્ત કરી છે. તેણે લખ્યું,”શાળાની ટેક્સટ બુકમાં આ પ્રકારની ખુબ જ બક્વાસ સામેલ છે. માટે સાફ છે કે, બુકમાં કન્ટેન્ટ માટે જવાબદાર ઓથોરિટી કન્ટેન્ટનું નિરિક્ષણ યોગ્ય રીતે કરી રહી નથી.” એટલે કે, આ કન્ટેન્ટ માટે જવાબદાર ઓથોરિટી પોતાનું હોમવર્ક યોગ્ય રીતે કરી રહી નથી.
સેહવાગના આ ટ્વિટ પર હજારો લોકોએ પોતાની સહમતિ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સેહવાગે ભુલ ભુલૈયા ફિલ્મના અક્ષય કુમાર જેવો ગેટઅપ ધારણ કર્યો હતો. જે તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -