✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતના આ મહાન ક્રિકેટરે 1990 પછી રમનારા ક્રિકેટરોની બનાવી ટીમ ઈન્ડિયા, જાણો ક્યા મહાન ક્રિકેટરને ના મળ્યું સ્થાન ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2019 10:17 AM (IST)
ભારતના આ મહાન ક્રિકેટરે 1990 પછી રમનારા ક્રિકેટરોની બનાવી ટીમ ઈન્ડિયા, જાણો ક્યા મહાન ક્રિકેટરને ના મળ્યું સ્થાન ?
1

ટેસ્ટ માટે અનિલ કુંબલેની ડ્રિમ ઇલેવન- વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, સચિન તેડુંલકર, વીવીએસ લક્ષ્મણ, કપિલ દેવ, એમએસ ધોની, હરભજનસિંહ, અનિલ કુંબલે (કેપ્ટન) જગવલ શ્રીનાથ, ઝહીર ખાન

2

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલેએ ટીમ ઇન્ડિયાની ડ્રિમ ટેસ્ટ ઇલેવન જાહેર કરી હતી. કુંબલેએ 1990 બાદના ખેલાડીઓને પોતાની ડ્રિમ ટેસ્ટ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો. સૌના આશ્વર્ય વચ્ચે કુંબલેએ પોતાની ટેસ્ટ ટીમમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સૌરવ ગાંગુલીનો ટીમમાં સમાવેશ કર્યો નથી. આ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પોતાના નામની પસંદગી કરી છે.

3

કુંબલેએ પોતાની ટીમમાં વિકેટકીપર તરીકે ધોનીની પસંદગી કરી હતી. ધોનીને સાતમા ક્રમે રાખ્યો હતો. કુંબલેના મતે ધોની કમ્પ્લેટ પેકેજ છે. સ્પિનર તરીકે કુંબલેએ હરભજનસિંહને સ્થાન આપ્યું હતું. જ્યારે ફાસ્ટ બોલર તરીકે ઝહીર ખાન, શ્રીનાથનો ટીમમાં સમાવેશ કરાયો હતો.

4

કુંબલેની ટીમમાં પાંચમા ક્રમે વીવીએસ લક્ષ્મણને સ્થાન અપાયું છે. કુંબલેના મતે લક્ષ્મણ સૌરવ ગાંગુલી અને અઝહરુદ્દીન કરતા પાર્ટનરશીપ સારી રીતે કરી શકે છે. બાદમાં છઠ્ઠા ક્રમે પૂર્વ કેપ્ટન કપિલ દેવને સ્થાન આપ્યું છે. કુંબલેના મતે કપિલ દેવ બેટિંગ પણ સારી રીતે કરી શકે છે. જેને કારણે તેને આ સ્થાન અપાયું હતુ.

5

કુંબલે પોતાની ટીમમાં ઓપનિંગ જોડી તરીકે રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગની પસંદગી કરી છે. સચિન છતાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રાહુલની પસંદગી પર કુંબલેએ કહ્યું કે, કે મિડલ ઓર્ડરમાં ડિપ્થ આપવા ઇચ્છે છે જેને કારણે તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરી હતી.

6

કુંબલેએ પોતાની ટીમમાં ત્રીજા સ્થાને હાલના ભારતીય ટીમના કેપ્ટન કોહલીની પસંદગી કરી હતી. જ્યારે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે કુંબલેએ સચિન તેડુંલકરની પસંદગી કરી હતી. નોંધનીય છે કે સચિને ઘણા વર્ષો સુધી ચોથા ક્રમના બેટ્સમેન તરીકે ટેસ્ટ રમી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતના આ મહાન ક્રિકેટરે 1990 પછી રમનારા ક્રિકેટરોની બનાવી ટીમ ઈન્ડિયા, જાણો ક્યા મહાન ક્રિકેટરને ના મળ્યું સ્થાન ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.