નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 18,000 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે રમાનારો ટી-20 વર્લ્ડકપ રદ્દ કરવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાના વાયરસના 2000 દર્દી મળ્યાછે. જેના કારણે ત્યાંની સરકારે કેટલાક મોટા ફેંસલા લીધા છે અને દેશની બોર્ડરને સીલ કરી દીધી છે. વર્તમાન સ્થિતિને જોતાં હવે લાંબા સમય સુધી આમ કરવામાં આવી શકે છે. જેમાં 6 મહિનાનો સમય પણ સામેલ છે.
જેના કારણે અહીં રમાનારા ટી-20 વર્લ્ડકપ પર ખતરો ઉભો થયો છે. આ માટે આઈસીસીએ એક બેઠક બોલાવી છે. જેમાં બીસીસીઆઈ તરફથી સૌરવ ગાંગુલી પણ સામેલ થશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. જેમાં આઈસીસીના 18 અધિકારી અને 12 ટેસ્ટ રમતા દેશો સામેલ થશે.
આ બેઠકમાં ટી20 વર્લ્ડકપને 2021માં રમાડવા અંગેનો નિર્ણય થઈ શકે છે. જો આમ થશે તો ભારતમાં રમાનારા વર્લ્ડકપને પણ એક વર્ષ લંબાવવામાં આવી શકે છે. કોરોના વાયરસના કારણે કેટલીક સીરિઝ પહેલાથી જ રદ્દ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિય પ્રીમિયરની લીગની સિઝન 13 રદ્દ પણ થઈ શકે છે. હાલ આ ટુર્નામેન્ટને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.