Oldest Test Cricketer Dies: દુનિયાના સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર ઇલીશ એશનુ 110 વર્ષની ઉંમરે નિધન થયુ છે. ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ શનિવારે આ જાણકારી આપી. ઇલીશ એશે બીજા વિશ્વયુદ્ધ પહેલા અને પછી ઇંગ્લેન્ડ માટે સાત ટેસ્ટ મેચ રમી હતી. તેને 23ની એવરેજથી 10 વિકેટો  ઝડપી હતી. 


ઇલીશ એશે 1937માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતુ અને નિધનના સમયે તે દુનિયાના સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર  હતો. તે 1949માં એશીઝ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમનો ભાગ હતા. આ ઉપરાંત તેમને ઘરેલુ ક્રિકેટમાં ‘સિવિલ સર્વિસ વુમેન’, ‘મિડિલસેક્સ વુમેન’ અને ‘સાઉથ વુમેન’નુ પ્રતિનિધિત્વ કર્યુ  હતુ. ઇસીબીએ એક નિવેદનમાં કહ્યું -ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ ઇલીશ એશના 110 વર્ષની ઉંમરે નિધન થવા પર ખુબ દુઃખી છે. 


ગુપ્તચર સેવા ‘એમઆઇ6’ માટે પણ કર્યુ હતુ કામ- 
લંડનમાં જન્મેલા ખેલાડીએ 2017 મહિલા વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ઘંટડી પણ વગાડી હતી, જેમાં ઇંગ્લેન્ડની ટીમે રોમાંચક મેચમાં ભારતને હરાવ્યુ હતુ. પોતાની ક્રિકેટ કેરિયર ઉપરાંત ઇલીશ એશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુપ્તચર સેવા ‘એમઆઇ6’ માટે પણ કર્યુ હતુ, ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર ક્લેયર કોનોરે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો જે ઇસીબીની મહિલા ક્રિકેટની પ્રબંધ નિદેશક અને મેરિલબૉન ક્રિકેટ ક્લબની અધ્યક્ષ પણ રહી ચૂકી છે.





ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પડતી મૂકાયેલી પાંચમી ટેસ્ટ ક્યારે રમાશે ?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવતા ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચમી ટેસ્ટ રદ્દ કરવામાં આવી હતી.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચ થયેલી વાતચીત મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે ઉનાળામાં ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમશે.


ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, આ મેચ પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો હિસ્સો હશે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ભારત આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં ત્રણ વન ડે અને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ રમવા જવાનું છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બે ટી-20 ઘટાડવામાં આવી શકે છે. પરંતુ લેટેસ્ટ અહેવાલ મુજબ ટેસ્ટ મેચ માટે કોઈ મેચ પર કાપ નહીં મુકવામાં આવે.


આ મેચ સીરિઝની પાંચમી મેચ ગણાશે કે નહીં તે અંગે કોઈ જાણવા મળ્યું નથી. પરંતુ તેનાથી ઈંગ્લેન્ડને ભારત સામે રદ્દ થયેલી પાંચમી ટેસ્ટના નુકસાનની ભરપાઈમાં મદદ મળશે.


ક્યારે રમાવાનો હતો મુકાબલો


કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. અંતિમ ટેસ્ટ રદ્દ થવાના કારણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને આશરે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભારે નુકસાનને જોતાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અંતિમ ટેસ્ટ રદ્દ કરવલાના પક્ષમાં નહોતું, ભારતીય ખેલાડીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેચને બે દિવસના વિલંબ બાદ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ રિપોર્ટ્સ મુજબ ભારતીય ખેલાડીઓએ કોરોનાના ડરથી અંતિમ ટેસ્ટ રમવા નહોતા માંગતા.


5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4 મેચ બાદ ભારતની શું છે સ્થિતિ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત પાંચ મેચનીશ્રેમીમાં 2-1થી આગળ થઈ ગયું હતું. ભારત ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું હતું. ઓવલમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અંગ્રેજ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ લીધી હતી. ભારત છેલ્લે આ મેદાન પર 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં જીત્યું હતું. આ જીતની સાથે ભારત પોઇન્ટ ટેબલમાં 26 અંક સાથે ટોપ પર પહોંચી ગયું છે.