England vs India: ચોથી ટેસ્ટ મેચ માટે ભારતે અને ઈંગ્લેન્ડે ટીમમાં શું કર્યાં મોટા ફેરફાર, જાણો વિગત
ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સ્ટઅર્ટ બ્રોડ, જોસ બટલર, એલિસ્ટર કૂક, સૈમ કુરેન, બેન સ્ટોક્સ, કીટન જેનિંગ્સ, ઓલી પોપ, આદિલ રાશીદ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In App30 ઓગસ્ટથી શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં મહત્વના ફેરફાર કર્યાં છે. બેટ્સમેન જેમ્સ વિન્સને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 27 વર્ષના વિન્સને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હવે તેને જોની બેરસ્ટોના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે.
તેણે 13 ટેસ્ટ મેચમાં 548 રન બનાવ્યા હતા. બેરસ્ટોને ત્રીજા મેચમાં આંગળીમાં ઈજા થઈ હતી. બેરસ્ટો જો ફિટ હશે તો બેટ્સમેન તરીકે ટીમમાંથી રમશે. જ્યારે જોસ બટલર વિકેટકિપર તરીકે રમી શકે છે. ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), પૃથ્વી શો, શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, હનુમા વિહારી, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર
વિજય ફોર્મમાં નથી અને પૃથ્વી સતત ક્રિકેટમાં દમદાર દેખાવ કરી રહ્યો છે. જ્યારે હનુમાને પણ ટેસ્ટમાં દેખાવ કરવાની તક મળી છે. કુલદીપને લોર્ડસના મેદાનમાં રમાયેલા મેચ માટે અંતિમ 11માં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી પાંચમી ટેસ્ટ મેચ લંડનમાં શરૂ થશે.
ભારતીય ટીમે બે ટેસ્ટ મેચ માટે પૃથ્વી શો અને હનુમા વિહારીને ટીમમાં સ્થાન આપ્યું છે. પૃથ્વી શોને મુરલી વિજયને સ્થાને અને હનુમાને ચાઈનામેન કુલદીપ યાદવના સ્થાને પસંદગી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -