નવી દિલ્હ: આઈપીએલ અને વર્લ્ડ કપ 2019માં સારું પ્રદર્શન કરી સૌને પ્રભાવિત કરનાર દુનિયાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની હાલત ગંભીર છે. ક્રિસમસની પૂર્વસંધ્યા પર સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલા જ તેમને જ્હોનિસબર્ગની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતા ગેરાર્ડની તબિયત અંગે જાણ થતાં જ બેન સ્ટોક્સ પ્રેક્ટિસ સેશન છોડીને મેદાનમાંથી સીધો હોસ્પિટલ પહોંચ્યો હતો.
મોડી રાતે બેન સ્ટોક્સના પિતાની અચાનક તબિયત બગડી હતી જેના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને જ્હોનિસબર્ગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતા ગંભીર હાલત છે તેની જાણ થતાં જ બેન સ્ટોક્સ પ્રેક્ટિસ સેશન છોડીને સીધો હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાર બાદ ઈસીબી એક નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે, બેન સ્ટોક્સના પિતાની હાલત ગંબીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જોકે હાલ પણ તેમની હાલત ગંભીર છે.
સુત્રો પ્રમાણે, બેન સ્ટોક્સ હાલ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ગઈ ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ છે. સ્ટોક્સના પિતા ભૂતપૂર્વ રગ્બી પ્લેયર છે અને હાલમાં તે ન્યુઝીલેન્ડ ખાતે આવેલ પોતાના ઘરેથી પુત્રની મેચને હોવા માટે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા.
બેન સ્ટોક્સ ભલે હાલ ઈંગ્લેન્ડનો નાગરિક છે અને ઈંગ્લેન્ડની ટીમમાં રમે છે. પરંતુ તેનો જન્મ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયો હતો. તેનો પરિવાર હાલ પણ ત્યાં જ રહે છે.
ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
abpasmita.in
Updated at:
25 Dec 2019 11:46 AM (IST)
બેન સ્ટોક્સના પિતાની અચાનક તબિયત બગડી હતી જેના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને જ્હોનિસબર્ગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -