Ind v Eng: આ અંગ્રેજ ખેલાડીએ ટીમ ઈન્ડિયા પાસેથી છીનવી હતી જીત, બીજી ટેસ્ટમાંથી થયો બહાર
આ ઉપરાંત ડેવિડ મલાનના સ્થાને 20 વર્ષીય ઓલી પોપેનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે સોમવારે સ્ટોક્સ સામે કોર્ટ તેનો ફેંસલો સંભળાવવાની છે. ઉપરોક્ત ઘટના બાદ સ્ટોક્સને ટીમમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. સ્ટોક્સ સ્થાને ક્રિસ વોક્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બેન સ્ટોક્સે ભારતની બીજી ઈનિંગમાં કેપ્ટન કોહલીની થઈ 4 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલની એક નાઇટક્લબ બહાર સ્ટોક્સ એક વ્યક્તિ સાથે ઝઘડ્યો હતો. જે બાદ તે વ્યક્તિ આંખ પાસે ઈજા થઈ હતી.
લંડનઃ ભારત સામે પ્રથમ ટેસ્ટમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમનો જુસ્સો બુલંદી પર છે. પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું ટીમ ઈન્ડિયા સામે 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -