નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની હાઇ વૉલ્ટેજ મેચ પહેલા ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગને એક મોટુ નિવેદન આપ્યુ છે. મોર્ગેને ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને લઇને કહ્યું કે જો દર્શકો આ બન્નેનો હૂરિયો બોલાવે તો અમે નહીં રોકીએ.


ઉલ્લેખનીય છે કે, વોર્નર અને સ્મિથ એક વર્ષના પ્રતિબંધ બાદ વર્લ્ડકપ રમવા ઇંગ્લેન્ડ આવ્યા છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં વોર્નર અને સ્મિથે બૉલ ટેમ્પરિંગ કર્યુ હતુ, જેના કારણે બન્ને ખેલાડીઓ પર એક વર્ષ માટે ક્રિકટ રમવા પર પ્રતિબંધ લદાયો હતો.



મેચ પહેલા મોર્ગને કહ્યં કે, જો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા દરમિયાન અંગ્રેજ દર્શકો વોર્નર અને સ્મિથને ગાળો આપીને હુરિયો બોલાવે તો અમે નહીં રોકીએ, તેમને ગાળો આપશે તો અમે કંઇ નહીં કહીએ.

મોર્ગને કહ્યું કે, દર્શકો ખુબ પૈસા ખર્ચે છે, તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. બે ખેલાડીઓને સજા મળી તેમને ભોગવી પણ ખરી. હવે રમતમાં પરત ફર્યા છે. એટલે એવુ નથી કે દર્શકો તેમને અપનાવી લેશે. તેઓ ગાળો પણ આપી શકે છે અને હુરિયો પણ બોલાવી શકે છે.



વર્લ્ડકપ 2019, આજની મેચ ઇંગ્લેન્ડ માટે જીતવી જરૂરી છે, પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ ચોથા સ્થાને છે, 6 મેચોમાંથી 4 જીત સાથે 8 પૉઇન્ટ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 6 મેચોમાંથી 5 જીતીને 10 પૉઇન્ટ સાથે બીજી સ્થાને છે.



આજની મેચ ઇંગ્લેન્ડ હારશે તો આગળની પરિસ્થિતિ મુશ્કેલ બની જશે, કેમકે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જીતવુ જરૂરી બની જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આજની મેચ હરશે તો પૉઇન્ટ ટેબલમાં નીચે આવી જશે, જેથી આગળની પૉઝિશન માટે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ જીતવી જરૂરી છે.