માત્ર 17 દિવસમાં જ કોહલીએ લીધો બદલો, આ રીતે તોડ્યું અંગ્રેજ કેપ્ટનનું ઘમંડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Aug 2018 10:52 AM (IST)
1
રૂટને આઉટ કર્યા બાદ વિરાટ કોહલીએ વનડે સીરિઝ દરમિયાન રૂટે બેટ નીચે નાંખીને મનાવેલા જશ્નનો બદલો લીધો. 17 જુલાઈના રોજ રમાયેલી ત્રીજી વનડેમાં રૂટે સદી પૂરી કરી વિરાટ તરફ જોઈ તેના હાથમાંથી બેટ નીચે મુકી દીધું હતું. તેનો ઈશારો ટેસ્ટ સીરિઝમાં પણ તેનું ફોર્મ યથાવત રહેશે તે તરફ હતો.
2
જશ્ન મનાવતો કોહલી.
3
રૂટ મોટી ઈનિંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે કોહલીના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ કરીને કોહલીએ તેના અંદાજમાં જશ્ન મનાવ્યો હતો.
4
રૂટને આઉટકર્યા બાદ કોહલીએ આ રીતે જશ્ન મનાવ્યો હતો.
5
બર્મિંઘમઃ બર્મિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસે ત્રીજા સેશનમાં એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી.પરંતુ કેપ્ટન કોહલીએ 63મી ઓવરમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને રન આઉટ કર્યો હતો. રૂટ આઉટ થયા બાદ ટીમનો કોઈ બેટ્સમેન ભારતીય બોલરોનો સામનો કરી શક્યા નહોતા.