સાનિયા મિર્ઝાની તસવીર જોઈ પાકિસ્તાની ફેન્સે કહ્યું આવું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ તેની પ્રેગનન્સીને લઈ ચર્ચામાં છે. પ્રોફેશનલ લાઇફથી ભલે તે દુર હોય પરંતુ સોશિયલ મીડિયામાં તે અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તે હેલ્ધી ડાયટ અંગે વાત કરતી હતી.
સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. જે બાદ સાનિયાને લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જોકે સાનિયાએ આલોચનાને નજરઅંદાજ કરીને ટેનિસની દુનિયામાં શાનદાર સફર ચાલુ રાખી હતી.
સાનિયાએ તેની નાની બહેન સાથે પણ એક તસવીર શેર કરી છે.સાનિયાની બહેન અનમના લગ્ન 2016માં હૈદરાબાદના જ એક બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્નમાં સલમાન ખાન જેવા સ્ટાર્સ પણ આવ્યા હતા. સાનિયાએ આ ઉપરાંત કોલકાતમાંથી પણ એક તસવીર શેર કરી છે.
સાનિયાએ પોસ્ટ કરેલી તસવીરો તેના ફેન્સને ઘણી પસંદ આવી છે. ઘણા પાકિસ્તાની ફેન્સે તેને ત્યાં આવવા કહ્યું છે. મોટાભાગના ફેન્સે સાનિયાને તેનો ખ્યાલ રાખવાની સલાહ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -