કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી નથી, ઈંગ્લેન્ડના કોચે કેમ આપ્યું આવું નિવેદન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Aug 2018 04:39 PM (IST)
1
ભારતીય ટીમ શ્રેષ્ઠ છે પરંતુ તેના કેટલાક બેટ્સમેનોને સ્વિંગ થથાં બોલ પર પરેશાની થાય છે. મને વિશ્વાસ છે કે અમે તેના પર કામ કરીશું અને સ્પિનરો સામે અમારા પ્રદર્શન પર મહેનત કરીશું.
2
લોર્ડ્સઃ ઈંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસએ કહ્યું છે કે જો ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવવામાં સફળ રહ્યા તો વિરાટ કોહલી પર પણ દબાણ બનાવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી નથી પરંતુ તેની ઘણી નજીક છે. પ્રથમ અને બીજી ઈનિંગમાં તેણે શાનદાર બેટિંગ કરી. અમે ભારતીય ટીમના અન્ય બેટ્સમેનો પર દબાણ બનાવી શકીશું તો તેના પર દબાણ બનશે.’
3
ટ્રેવરે કહ્યું, અમારી પાસે એવા કેટલાંક ખેલાડી છે જેમનું ટીમમાં સ્થાન પાક્કું નથી. કોહલી પણ શરૂઆતમાં ગભરાતો હતો. પ્રથમ ટેસ્ટ મેચની ચારેય ઈનિંગમાં વિકેટો પડી અને બેટ્સમેનો રન બનાવવા સંઘર્ષ કરતા હતા.