ઈંગ્લેન્ડ ક્રિકેક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ભારત આવવા રવાના થઈ ગયો છે. જેની જાણકારી ખુદ તેણે સોશિયલ મીડિયા પર આપી છે. જે બાદ ટ્વીટર પર તે ટ્રેન્ડ થઈ રહ્યો છે. બેન સ્ટોક્સે તસવીર શેર કરી છે. જેમાં તે ફ્લાઇટમાં બેઠો છે અને ભારત આવી રહ્યો છે. તેણે ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું, જલદી ભારતમાં મળીશું.

બેન સ્ટોક્સ ભારત પહોંચ્યા બાદ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કરશે. તે અનેક વર્ષોથી આઈપીએલમાં રમી રહ્યો હોવાથી ભારતીય હવામાન અને પિચથી પરિચિત છે. સ્ટોક્સ સારા ફોર્મમાં છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રીલંકા પ્રવાસે છે.


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટઃ 5 થી 9 ફેબ્રુઆરી, ચેન્નઈ

બીજી ટેસ્ટઃ 13 થી 17 ફેબ્રુઆરી, ચેન્નઈ

ત્રીજી ટેસ્ટઃ 24 થી 28 ફેબ્રુઆરી, અમદાવાદ (ડે નાઇટ)

ચોથી ટેસ્ટઃ 4 થી 8 માર્ચ, અમદાવાદ