નવી દિલ્હીઃ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ભલભલા બોલરના છોતરાં કાઢી નાંખનારા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 19 વર્ષની કરયિરનો અંત આવ્યો છે તેમ કહેતા જ યુવરાજ મીડિયા સામે ભાવુક થઈ ગયો હતો.

આ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી યુવરાજ સિંહને નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી. બ્રોડે મેસેજમાં યુવીને લેજેન્ડ ગણાવ્યો હતો.

2007ના T20 વર્લ્ડકપમાં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બોલરના 6 બોલ પર 6 છગ્ગા મારીને ઈતિહાસ રચ્યો હતો. આજે પણ ફેન્સ યુવરાજે ફટકારેલા આ છગ્ગા ભૂલ્યા નથી.

યુવરાજે  304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.  T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી.  અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું  બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટમાં 1900 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી સામેલ છે.


યુવરાજ સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ સચિન-સેહવાગ સહિતના ક્રિકેટરોએ શું કહ્યું ? જાણો વિગત

ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ યુવરાજ સિંહ હવે શું કરશે ? જાણો શું છે તેનો ફ્યુચર પ્લાન