હવે શું કરશે યુવરાજ?
યુવરાજે કહ્યું કે, મારી જિંદગીમાં લાંબા સમય સુધી ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા બાદ હવે મેં આગળ વધવાનો ફેંસલો કરી લીધો છે. હું હવે કેન્સરના દર્દીઓ માટે કામ કરીશ, લોકોની મદદ કરીશ. સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજે કહ્યું કે, હું મારા ફાઉન્ડેશન You We Can અંતર્ગત દેશભરમાં કેન્સર પીડિતો માટે કેમ્પ લગાવીશ. બીમાર લોકોની મદદ કરીશ પછી ભલે તે ફંડને લઇ કેમ ન હોય.
યુવી ખુદ કેન્સરનો કરી ચુક્યો છે સામનો
યુવરાજે ખુદ કેન્સરનો સામનો કર્યા બાદ મેદાનમાં વાપસી કરી હતી. 2011 વર્લ્ડકપમાં તેનું કેન્સર સામે આવ્યું હતું. જે બાદ તેણે આશરે બે વર્ષ સુધી કેન્સરની લડાઈ લડી અને ટીમમાં વાપસી કરી. કેન્સર મુક્ત થયા બાદ યુવરાજે પોતાનું ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. જેના દ્વારા તે કેન્સર પીડિતોની મદદ કરે છે.
આવી રહી યુવરાજની કરિયર
યુવરાજે 304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી. અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટ રમીને 1900 રન બનાવ્યા હતા. તેમણે 3 સદી ફટકારી છે.
207ના T20 વર્લ્ડકપમાં છ બોલમાં ફટકારી હતી 6 સિક્સર
ઇન્ડિયાએ 2007માં ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજે છ મેચમાં 148 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. આ જ ટૂર્નામેન્ટમાં યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ બર છ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.
2011 વર્લ્ડકપના હીરો એવા આ ક્રિકેટરે આજે નિવૃત્તિની કરી જાહેરાત, કહ્યું- મેં ક્યારેય હાર નથી માની
યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, પત્રકાર પરીષદમાં શું કહ્યું? જુઓ વીડિયો