ઇંગ્લેડના કેપ્ટન રૂટે કહ્યું કે, તેના ખેલાડીઓને કોરોના વાયરસનો ચેપ લાગવાને કારણે શ્રીલંકા પ્રવાસ પર હાથ નહીં મિલાવીએ. રૂટને સોમવારે કોરોના વાયરસ સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યો. રૂટે કહ્યું કે, હાથ મિલાવવાની જગ્યાએ ખેલાડીઓ એક બીજાનું અભિવાદન મુઠ્ઠી ટકરાવીને કરશે.
હાલમાં દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ પહેલા અને આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમના કેટલાક સભ્યોને પેટમાં તકલીફ અને ફ્લૂની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. રૂટે કહ્યું, “દક્ષિણ આફ્રીકામાં બીમારીથી ટીમના સભ્યો પરેશાન થયા બાદ અમે ઓછામાં ઓછો સંપર્ક રાખવાને મહત્ત્વને સારી રીતે સમજીએ છીએ અને અમારી મેડિકલ ટીમે વાયરસને ફેલાતો રોકવા માટે અમને વ્યાવહારિક સલાહ આપી છે.”
19 માર્ચથી શરૂ થશે સીરિઝ
ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ 19 માર્ચથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ 19થી 23 માર્ચની વચ્ચે ગાલે સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 27થી 31 માર્ચની વચ્ચે કોલંબોમાં રમાશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ આ સીરિઝ બન્ને ટીમ માટે ખૂબ જ મહત્ત્વની છે. ઇંગ્લેન્ડની ટીમ 146 પોઈન્ટની સાથે હાલમાં ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમ પર છે. જ્યારે શ્રીલંકા ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 80 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે.