દમણઃ ભાજપના પૂર્વ કોર્પોરેટ સલીમ મેમણ પર મોડી સાંજે 4 જેટલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સલીમ મેમણનું હોસ્પિટલમાં લઈ જતાં મોત નિપજ્યું હતું. ગોળીબાર થતાં જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસ પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે, મોડી સાંજે સલીમ મેમણ દમણના ખારીવડ વિસ્તારમાં આવેલા એક ટુ-વ્હીલરના શોરૂમમાં બેઠો હતો. તે સમયે અચાનક 4 જેટલા અજાણ્યા શખ્સો શો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને ધડાધડ સલીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં સલીમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં જમીન પર ઢળી પડ્યો હતો અને ફાયરિંગ કરનારા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ સલીમ મેમણને તુરંત નજીકમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ફાયરિંગમાં સલીમને માથા તેમજ પેટના ભાગે ગોળી વાગી હતી.
ફાયરિંગ થતાં જ શો રૂમ અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરિંગની ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સીસીટીવીને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
દમણ: ભાજપના નેતા પર ધડાધડ 7 રાઉન્ડ ફાયરિંગ, ઈજાગ્રસ્ત થતાં જમીન પર ઢળી પડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2020 09:50 AM (IST)
4 જેટલા અજાણ્યા શખ્સો શો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને ધડાધડ સલીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં સલીમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં જમીન પર ઢળી પડ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -