નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે લંડનના ધ ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં જીત મેળવીને આ વખતે એશીઝ સીરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી. ઇંગ્લેન્ડે આ ટેસ્ટમાં 135 રનોથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ.


2-2ની બરાબરી પર ડ્રૉ થયેલી એશીઝ સીરીઝમાં એક ખાસ વાત સામે આવી છે. એશીઝના 47 વર્ષમાં પહેલીવાર એવું બન્યુ કે એશીઝ સીરીઝ ડ્રૉ સાથે સમાપ્ત થઇ છે. આ પહેલા 1972માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સીરીઝ ડ્રૉ થઇ હતી. આ સીરીઝની યજમાની ઇંગ્લેન્ડે કરી હતી.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા એશીઝ સીરીઝ પાંચ વાર ડ્રૉ થઇ ચૂકી છે. આ એશીઝની 71મી સીરીઝ હતી, એટલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 71 વખત એશીઝ સીરીઝ રમાઇ છે, જેમાં ઇંગ્લેન્ડે 32 તો ઓસ્ટ્રેલિયા 33 વાર એશિઝ સીરીઝ પર કબજો જમાવ્યો છે