બર્મિંઘમઃ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બર્મિઘમના એઝબેસ્ટૉન મેદાન પર રમાઇ રહી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દવિસે  88 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 285 રન બનાવી લીધા છે.  ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 80 રન  અને જોની બેયરસ્ટો 70 રન બનાવ્યા હતા. જ્યારે કીટન જેનિંગ્સે 42 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા બીજી વિકેટ માટે રૂટ અને જેનિંગ્સે 72 રનની ભાગીદારી નોંધાવી હતી.


ટીમ  ઈન્ડિયા તરફથી રવિચંદ્રન અશ્વિન સર્વાધિક ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે મોહમ્મદ શમી 2 અને ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સીરિઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારાને સ્થાન આપવામાં નથી આવ્યું. ભારત મેચમાં ત્રણ ફાસ્ટર અને એક સ્પિનર સાથે ઉતર્યા છે.

કોહલીએ લોકેશ રાહુલ, શિખર ધવન અને મુરલી વિજયને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે ટેસ્ટનો સ્ટાર બેટ્સમેન પૂજારાને પ્લેઇંગ ઇલેવનમાંથી પડતો મુક્યો છે અને તેની જગ્યાએ લોકેશ રાહુલને સમાવવામાં આવ્યો છે. કોહલીએ માત્ર એક જ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં રમાડ્યો છે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, શિખર ધવન, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા