રોહિત શર્માની આક્રમક સદીથી ટીમ ઈન્ડિયાની જીત, ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી સીરીઝ પર કર્યો કબજો
રોહિત શર્મા આ મેચમાં બે હજાર રન પૂરા 2000 રનોના ક્લબમાં સામેલ થઈ ગયો છે. રોહિત વિરાટ કોહલી બાદ બીજો ભારતીય ખેલાડી અને વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સિદ્ધાર્થ કૌલે 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ઈંગ્લેડ તરફથી જેસોન રોયે સર્વાધિક 67 રન બનાવવ્યા હતા. જ્યારે જોસ બટલરે 34 રન બનાવ્યા હતા.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં રોહિત શર્માની આક્રમક સદીથી ટીમ ઈન્ડિયાએ 2-1થી સીરીઝ જીતી લીધી છે. રોહિત શર્માએ તુફાની ઈનિંગ્સ રમતા 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 56 બોલમાં 100 રન ફટકારી અણનમ રહી ટીમને જીત અપાવી હતી. આંતરરાષ્ટ્રીય ટી-20મા રોહિત શર્માની આ ત્રીજી સદી છે.
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 198 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત માટે 199 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.
ઈંગ્લેન્ડને અંતિમ મેચમાં 7 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ટી-20માં ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત અને સતત છઠ્ઠી સીરીઝ પર કબજો કર્યો છે. એટલું જ નહીં ભારતે ત્રણ મેચોની સીરીઝમાં ક્યારેય હાર્યું નથી અને આઠમી વખત સીરીઝ જીતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -