ઓકલેન્ડઃ ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 65 રનથી પરાજય થયો હતો. મેચના છેલ્લા દિવસે એક ઘટના બની હતી. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર જ્યારે બટિંગ કરતો હતો ત્યારે તેના પર એક પ્રેક્ષકે વંશીય ટિપ્પણી કરી હતી. આ અંગે જોફ્રા આર્ચરે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.


આર્ચરે ટ્વિટ કરીને લખ્યું, “જ્યારે હું મારી ટીમને હારથી બચાવવા માટે બેટિંગ કરતો હતો ત્યારે એક વ્યક્તિએ વંશીય દુર્વ્યવહાર કર્યો. પરંતુ બાર્મી આર્મીએ હંમેશાની જેમ સારો વ્યવહાર કર્યો. યજમાન ટીમે મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 65 રનથી હાર આપી હતી.”


આર્ચરના ટ્વિટ બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એસોસિએશને એક નિવેદન બહાર પાડીને કહ્યું, અમે જોફ્રા આર્ચરની માફી માંગીશું. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મેદાન પર હાજર સુરક્ષાકર્મી તે વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી, તેથી સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. એસોસિએશન મેદાન પર આ પ્રકારનો વ્યવહાર ચલાવી શકે નહીં. જરૂર પડશે તો પોલીસને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે.


આ પહેલા આર્ચરે મેચના અંતિમ દિવસે ટીમને હારથી બચાવવા ઘણો સંઘર્ષ કર્યો હતો પરંતુ તે સફળ રહ્યો નહોતો. બીજી ઈનિંગમાં તેણે 50 બોલમાં 5 ચોગ્ગા મદદથી 30 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની સમગ્ર ટીમ 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોહલીએ કહ્યું- ટ્રેનિંગ સેશનમાં આ ગુજરાતી ખેલાડીને હરાવવો છે મુશ્કેલ, તસવીર શેર કરીને કહી મોટી વાત


ગૂંગળાઈને શું કામ મરવું ? વિસ્ફોટકની 15 બેગો લગાવીને આખા દિલ્હીને ઉડાવી દોઃ દિલ્હીમાં પ્રદૂષણ પર SCની ટિપ્પણી