કોરોના બાદ હવે ધીરે ધીરે મેદાન પર ક્રિકેટરો રમવા તૈયાર છે. લગભગ 4 મહીનાના લાંબા બ્રેક બાદ આવતા મહિને ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે સીરિઝ રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડમાં જ પાકિસ્તાન પણ ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ 28 જૂને ઈંગ્લેન્ડ રવાના થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ શનિવાર 20 જૂને તેનું એલાન કર્યું હતું.
પાકિસ્તાનની ટીમમાં સામેલ ચે 29 ખેલાડી
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાનના આ પ્રવાસ માટે 29 સદસ્યોની પસંદગી કરવામાં આવી છે. પાકિસ્તાન ટીમ યજમાન ઈંગ્લેન્ડની વિરદ્ધ ત્રણ ટી20 અને 3 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં આ સીરિઝ શરૂ થશે.
પીસીબીએ કહ્યું કે, પાકિસ્તાની ટીમને ડર્બીશાયરમાં 14 દિવસ માટે કોરેન્ટાઈનમાં રહેવું પડશે. આની વચ્ચે ટીમ ટ્રેનિંગમાં હિસ્સો લઈ શકે છે. પાકિસ્તાન 29 સદસ્યોની ટીમ એટલે લઈને જઈ રહી છે કે ખેલાડી 2 અથવા 3 ગ્રુપમાં પ્રેક્ટિસ મેચ રમી શકે. ઈંગ્લેન્ડમાં હાલ પ્રેક્ટિસ મેચ રમવા માટે લોકલ ટીમો કમી છે આ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા વેસ્ટઈન્ડિઝની ટીમ પણ ગયા અઠવાડિયાએ જ ઈંગ્લેન્ડ પહોંચી હતી. કેરેબિયન ખેલાડી હાલ માનચેસ્ટરમાં કોરોન્ટાઈમાં રહીને પ્રેક્ટિસ કરી રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડની વિરુદ્ધ 3 ટેસ્ટ મેચ રમશે અને આ મુકાબલો સાઉથહેમ્ટન અને માનચેસ્ટરમાં રમાશે.
વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સીરિઝ 8 જુલાઈથી શરૂ થઈને 28 જુલાઈ સુધી ચાલશે. જ્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 30 જુલાઈથી રમાશે. વેસ્ટઈન્ડિઝ અને પાકિસ્તાનની વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટીમ ખાલી સ્ટેડિયમમાં જ આ મેચ રમવાની છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 28 જૂને રવાના થશે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ, 14 દિવસ સુધી રહેશે કોરેન્ટાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2020 09:12 AM (IST)
કોરોના બાદ હવે ધીરે ધીરે મેદાન પર ક્રિકેટરો રમવા તૈયાર છે. લગભગ 4 મહીનાના લાંબા બ્રેક બાદ આવતા મહિને ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે સીરિઝ રમાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -