વર્લ્ડકપ 2019: પાકિસ્તાને ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, રૂટ-બટલરની સદી એળે ગઈ
abpasmita.in | 03 Jun 2019 04:04 PM (IST)
ઇગ્લેન્ડ અને પાકિસ્તાનની આ બીજી મેચ છે. ઇગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે 104 રને જ્યારે પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 7 વિકેટે હારી ગઇ હતી.
નોટિંગહામઃ વર્લ્ડકપ 2019માં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડનો 14 રનથી પરાજય થયો હતો. વર્લ્ડકપમાં પાકિસ્તાની આ પ્રથમ જીત હતી. એક સમયે ઈંગ્લેન્ડ 300ના સ્કોર સુધી પહોંચે તેવી સ્થિતિમાં નહોતું પરંતુ જો રૂટ અને બટલરની સદીની મદદથી ટીમ 334 સ્કોર સુધી પહોંચી શકી હતી. 349 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 107 રન અને બટલરે 103 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 334 રન બનાવી શકી હતી. તે સિવાય ઈંગ્લેન્ડના એક પણ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહોતો. જો રૂટ અને બટલર વચ્ચે પાંચમી વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે 3 વિકેટ ઝડપી હતી. ઓપનર જેસન રોય 8, બેરિસ્ટો 32 અને કેપ્ટન મોર્ગન 9 રન બનાવી આઉટ થયા હતા. આ અગાઉ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ જીતવા માટે 349 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાન તરફથી મહમદ હાફિઝે 84 રન ફટકાર્યા હતા. તે સિવાય સરફરાજે 55, બાબરે 63, ઈમામે 44 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તને 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 348 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને વોક્સે 3-3 વિકેટ ઝડપી હતી. આ અગાઉ ઇગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇગ્લેન્ડ અને પાકિસ્તાનની આ બીજી મેચ છે. ઇગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે 104 રને જ્યારે પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 7 વિકેટે હારી ગઇ હતી.