નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.  ઓસ્ટ્રેલિયાને 2003 અને 2007નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન રિકી પોન્ટિંગે આ વખતે યજમાન ઇંગ્લેન્ડને ખિતાબનું સૌથી પ્રબળ દાવેદાર ગણાવ્યું છે.  ઇંગ્લેન્ડ ખિતાબ જીતવાનું પ્રબળ દાવેદાર હોવાનું જણાવતાં કહ્યું, ઈંગ્લેન્ડે હાલ વન ડેમાં સારી રમત દર્શાવી છે અને  આ ટુર્નામેન્ટ તેના ઘર આંગણે રમાઇ રહી છે. તેનો લાભ મળે તે સ્વાભાવિક છે. પરંતુ તેને ભારત અને ઓસ્ટ્રેલિયાથી ટક્કર મળશે.


ભારત પાસે વર્લ્ડક્લાસ બેટિંગ ઓર્ડર અને શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. ઉપરાંત વિકેટકિપર ધોની જેવો બેસ્ટ ફિનિશર છે. ઇંગ્લેન્ડમાં  આ વખતે સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે. ચહલ અને કુલદીપ યાદવ વિશ્વની કોઇપણ ટીમને ભારે પડી શકે છે.

વોર્નર અને સ્મિથના પુનરાગમનથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત બની છે. છેલ્લા થોડા સમયથી ટીમ સારો દેખાવ કરી રહી છે. ટીમમાં 5 ફાસ્ટર્સ અને 2 સ્પિનર્સ છે. એક ટીમ પાસે બેંચ પર રિઝર્વ તરીકે મજબૂત વિકલ્પ હોવા જોઇએ. ઈંગ્લેન્ડમાં તમે યોગ્ય પેસ આક્રમણ વગર જીતી ન શકો. તેથી હું માનું છું કે ઓસ્ટ્રેલિયા પણ ખિતાબની દાવેદાર  છે.

Exit Pollમાં મોદીને બહુમત પણ ચર્ચામાં છે ઓસ્ટ્રેલિયાના પોલ્સ, જાણો કેમ