પુરુષ બાદ ઇંગ્લેન્ડની મહિલા બ્રિગેડે પણ બનાવ્યો હાઇએસ્ટ સ્કૉરનો વર્લ્ડ રેકોર્ડ, T-20માં ફટકાર્યા 250 રન
સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી ત્રિકોણીય સીરીઝની પહેલી મેચમાં યજમાન સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામે રમી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 1 વિકેટ પર 216 રન બનાવ્યા. આ મહિલા ટી-20 ક્રિકેટનો હાઇએસ્ટ સ્કૉર હતો. અને કીવી ટીમે આ મેચ 66 રનથી પોતાને નામે કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડની મહિલા ટીમે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટૉન્ટનમાં 3 વિકેટ પર 250 રનોનો સર્વોચ્ચ સ્કૉર બનાવ્યો. કમાલની વાત તો એ છે કે, મહિલા ટી-20 ઇન્ટરનેશનલનો આ રેકોર્ડ એક જ દિવસમાં એક જ વાર એક જ ટીમની સામે તુટ્યો. દિવસમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકા સામે એક વિકેટના નુકશાને 206 રન બનાવ્યા હતા.
બસ, થોડાક કલાકો બાદ આ મેદાન પર બીજી મેચ શરૂ થઇ, આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે સાઉથ આફ્રિકા સામે રમીને ન્યૂઝીલેન્ડના સર્વોચ્ચ સ્કૉરના રેકોર્ડને માત્ર 4.30 કલાકમાં જ તોડી નાંખ્યો. ઇંગ્લેન્ડની ટીમે આ મેચમાં 3 વિકેટ ગુમાવીને 250 રન ફટકારી દીધા હતા.
ઇંગ્લેન્ડની સમરસેટ સ્થિત ટૉટન મેદાનમાં બુધવારે 4:30 કલાકની અંદર ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બન્યો. પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે 1 વિકેટ ગુમાવીને 216 રન બનાવીને મહિલા ટી-20 ક્રિકેટાં સૌથી વધુ રન બનાનનો રેકોર્ડ બનાવ્યો હતો. લગભગ 4:30 કલાકમાં જ ઇંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને 250 રન બનાવીને મહિલા ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટી-20માં પુરુષનો સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. તેને આ સ્કૉર શ્રીલંકા વિરુદ્ધ 2016 માં બનાવ્યો હતો.
નવી દિલ્હીઃ મંગળવારે ઇંગ્લેન્ડની પુરુષ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેનો સર્વોચ્ચ સ્કૉર (481/6) બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, તો બીજા જ દિવસે ઇંગ્લેન્ડની મહિલા બ્રિગેડે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવો જ કિર્તીમાન સ્થાપિત કરી દીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -