ઈંગ્લેન્ડની આ ક્રિકેટરોએ ઈન્સ્ટાગ્રામ અને એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આ અંગેની જાહેરાત કરી હતી. હવે તેઓ આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ભારત પ્રવાસ બાદ લગ્ન કરવાનું વિચારી રહી છે.
બ્રન્ટે હાલ ચાલી રહેલા વર્ષની પૂર્વ સંધ્યાએ નતાલીને પ્રપોઝ કર્યું હતુ અને ત્યાર બાદ તેમના સંબંધો જાહેર થયા હતા. બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી એક સાથે પહેલી વખત ૨૦૧૩માં રમી હતી અને ત્યારથી તેઓ ટીમની નિયમિત સભ્ય છે.
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સજાતીય સંબંધ ધરાવતી આ પહેલી જોડી નથી. અગાઉ સાઉથ આફ્રિકાની ડાન વાન નિકેર્ક અને મારિઝાને કાપ્પની જોડી તેમજ ન્યૂઝીલેન્ડની એમી સટ્ટેરવેઈટ અને લીયા તાહુહુની જોડી પણ પોતાના સંબંધો અંગે જાહેરમાં એકરાર કરી ચૂકી છે.