ઉલ્લેખનીય છે કે મેન્ટલ હેલ્થના દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે કહ્યું કે “ભારતમાં હાલ આપણે એક તેવા સ્તરે છીએ જ્યાં માનસિક સ્વાસ્થય અને તેનાથીજોડાયેલી સમસ્યા પર આપણી સમજ અને જાગૃતતા ઓછી છે.” વધુમાં તેણે કહ્યું કે આપણે વધુ ધ્યાન રાખવાની જરૂર છે “મેન્ટલ હૈ ક્યાં” જેવી ફિલ્મો કે તેના કોઇ પોસ્ટર રિલીઝ કરો છો તો તે પ્રતિ વધુ સંવેદનશીલ થવાની જરૂર છે.
રંગોલીએ દીપિકાની આ જ ટિપ્પણી પર કમેન્ટ કરતા એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં તેણે કહ્યું કે "એક મહિલા બીજા માણસ સાથે સંબંધ બનાવીને રાખે છે. અને ઓન રેકોર્ડ આવીને કહે છે કે મને મારા એક્સ બૉયફ્રેન્ડના બૉક્સર હજી પણ ગમે છે...બોલિવૂડ માટે આ ક્લાસ છે. એટલે કે ઇંગ્લિશમાં કચ્છેને બૉક્સર બોલો તો ક્લાસી છે..."
રંગોલીએ વધુમાં કહ્યું કે “કંગનાએ મેન્ટલ ઇલનેસ પર એક અદ્ધભૂત ફિલ્મ બનાવી છે તો તેમને તેમાં પણ સમસ્યા છે. વાહ, સારું છે તમારા જેવા લોકોના જેવી હું ક્લાસી નથી. કંગનાને હજી પણ લાગે છે કે મેન્ટલ જેવા શબ્દોનું સામાન્યકરણ થવું જોઇએ.” વધુમાં તેણે દીપીકા પાદુકોણ પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા તેને મુર્ખ પણ કહી.